1. આ કોલેજ માંથી અભ્યાસ કરી ગયેલા,અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ નો કોલેજ સાથે અર્થપૂર્ણ સંપર્ક જાળવવો અને વિકસાવવો.

૨. કોલેજની જુદીજુદી વ્યવસાયલક્ષી,કારકિર્દીલક્ષી પ્રવુતિઓનું આયોજન કરવું.

૩. વિધાર્થી સહાયક પ્રવુતિઓ નું આયોજન કરવું.

૪. કોલેજના શિક્ષણકાર્ય માં ભૂતપૂર્વ વિધાર્થીઓ સહાયભૂત થાય તેવી પ્રવુતિઓ ગોઠવવી.

૫. વ્યવસાયલક્ષી, શિક્ષણલક્ષી પ્રકાશનો તૈયાર કરવા.

૬. કોલેજના  સામાજિક અને સંસ્કૃતિક કાર્યક્રમો માં સહકાર આપવો અને આયોજન કરવું,અને ભુત્પુર્વક વિધાર્થી ના સામાજિક સંગઠનને પોષે તેવા કાર્યક્રમો ઉપાડવા.

૭. કોલેજમાંની વિધાર્થી કલ્યાણ યોજનાઓ ને અમલ માં મુકવી અને અસરકારક રીતે ચલાવવા સહાય કરવી.

૮. કોલેજ માં અભ્યાસ કરતા અને ભૂતપૂર્વ વિધાર્થીઓ ના કલ્યાણ માટે આયોજન કરવું અને તેનો અમલ કરવો.

૯. કોલેજના પુસ્તકાલય અને અન્ય શૈક્ષણિક સાધનોનો વ્યાપક ઉપયોગ થાય તેવી વયાસ્થાઓ ઉભી કરવી.

૧૦. ભૂતપૂર્વ વિધાથીઓ તથા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ સાથેના  સ્નેહમિલન કાર્યક્રમો અને આનુસંગિક પ્રવુતિઓ યોજવી.

૧૧. કોલેજ શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું અને જરૂરી પ્રવુતિઓ કરવી.

૧૨. કોલેજની રમતગમતની પ્રવુતિઓ ના તથા સંસ્કૃતિક અને સામાજિક પ્રવુતિઓ ના સંચાલનમાં સહકાર આપવો.

૧૩. પર્યારણ ને લગતી પ્રવુતિઓ કરવી.

૧૪. શહેરી વિકાસ અને ગ્રામ્યલોક ઉપયોગી પ્રવુતિઓ કરવી.

૧૫. લોકો ના આરોગ્ય જળવાઈ રહે તે માટે પ્રવુતિ જેવા કે રક્તદાન શિબિર,રોગ નિદાન કેમ્પો કરવા.